As technology continues to grow, high quality 3D holograms will be the way to deliver life like presentations and speech
ટેક્નોલોજી / માઈક્રોસોફ્ટનો 3D હોલોગ્રામ યુઝર જેવા જ અવાજમાં કોઈ પણ ભાષા બોલી શકે છે
ગેજેટ ડેસ્ક: માઈક્રોસોફ્ટ કંપનીએ માણસના આકારનો હોલોગ્રામ તૈયાર કર્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર કામ કરતો આ હોલોગ્રામ યુઝરના અવાજ જેવા જ અવાજમાં બોલી શકે છે. આ ઉપરાંત તે દુનિયાની દરેક ભાષા બોલી શકે છે. માઈક્રોસોફ્ટના અધિકારી જુલિયા વ્હાઇટે હોલોગ્રામનો ડેમો દુનિયા સામે પ્રસ્તુત કર્યો હતો.
હોલોગ્રામે જુલિયાની અંગ્રેજીમાં આપેલી સ્પીચને જાપાની ભાષામાં બોલીને બતાવ્યું હતું. જુલિયાએ જણાવ્યું કે, દુનિયાભરમાં મારા માટે અલગ-અલગ જગ્યાએ સ્પીચ આપવી એ મુશ્કેલ વાત છે. સ્થાનિક ભાષામાં મારી વાત સમજાવવી સૌથી કઠિન વાત છે. જો કે, હોલોગ્રામને લીધે આ સમસ્યા દૂર થઈ ગઈ છે. મને જાપાની ભાષા આવડતી નથી, પણ હોલોગ્રામ મારી વાતને જાપાની ભાષામાં કન્વર્ટ કરી શકે છે.
હોલોગ્રામમાં બે મુખ્ય ટેક્નોલોજી મિક્સ રિયાલિટી કેપ્ચર સ્ટુડિયો અને ન્યૂરલ ટેક્સ્ટ ટુ સ્પીચનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મિક્સ રિયાલિટી કેપ્ચર સ્ટુડિયો સ્પીચને રેકોર્ડ કરે છે અને ન્યૂરલ ટેક્સ્ટ ભાષા પ્રમાણે યુઝરની સ્પીચને ડિલિવર કરે છે.
Comments
Post a Comment