In the monsoon season, pregnant women should take care of such things, drink more fluids
ટિપ્સ / ચોમાસાની ઋતુમાં સગર્ભાઓએ આટલી વાતોનું ધ્યાન રાખવું, પ્રવાહી ખોરાકનું વધારે સેવન કરવું મહિલાઓ માટે ગર્ભાસ્થાનો સમય બહુ મહત્ત્વપૂર્ણ હોય છે. આ સમય દરમિયાન મહિલા પોતાના કરતા ગર્ભમાં રહેલા શિશુ પ્રત્યે વધારે ધ્યાન આપતી હોય છે. કેમ કે, આ સમયની દરેક ક્ષણ આવનાર શિશુના જીવન માટે બહુ ખાસ હોય છે. એટલા માટે ગર્ભવતી મહિલાઓ પોતાનું વિશેષ ધ્યાન રાખતી હોય છે અને સુરક્ષિત રહે છે. સૌથી વધારે સુરક્ષિત ત્યારે રહેવાની જરૂર પડતી હોય છે જ્યારે ઋતુ બદલાય છે. કેમ કે, આ દરમિયાન ખાવા-પીવાની સાથે સાથે કપડાં પહેરવા-ઓઢવામાં પણ ધ્યાન રાખવું પડે છે. વરસાદની સિઝનમાં તો વધારે ધ્યાન રાખવું પડે છે. તેવામાં જરૂર હોય છે કે, ગર્ભવતી મહિલાઓ ઋતુ પ્રમાણે ખાવા-પીવાની સાથે પહેરવા-ઓઢવામાં પણ ફેરફાર કરવાનો પ્રયત્ન કરે, જેથી તેમને કોઈ સમસ્યા ન થાય. વરસાદની સિઝનમાં ગર્ભવતી મહિલાએ આ તમામ વાતોનું ધ્યાન રાખવું જોઈએઃ નિયમિત સંતુલિત ખોરાકનું સેવન કરવું ગર્ભાવસ્થામાં પોતાના અને ગર્ભમાં રહેલ શિશુ માટે પોષણથી ભરપૂર આહાર લેવો જરૂરી છે. વરસાદમાં તો તે વધારે જરૂરી હોય છે કેમ કે, વરસાદમાં બીમારીનું જોખમ વધારે રહ...