In the monsoon season, pregnant women should take care of such things, drink more fluids

ટિપ્સ / ચોમાસાની ઋતુમાં સગર્ભાઓએ આટલી વાતોનું ધ્યાન રાખવું, પ્રવાહી ખોરાકનું વધારે સેવન કરવું



મહિલાઓ માટે ગર્ભાસ્થાનો સમય બહુ મહત્ત્વપૂર્ણ હોય છે. આ સમય દરમિયાન મહિલા પોતાના કરતા ગર્ભમાં રહેલા શિશુ પ્રત્યે વધારે ધ્યાન આપતી હોય છે. કેમ કે, આ સમયની દરેક ક્ષણ આવનાર શિશુના જીવન માટે બહુ ખાસ હોય છે. એટલા માટે ગર્ભવતી મહિલાઓ પોતાનું વિશેષ ધ્યાન રાખતી હોય છે અને સુરક્ષિત રહે છે.
સૌથી વધારે સુરક્ષિત ત્યારે રહેવાની જરૂર પડતી હોય છે જ્યારે ઋતુ બદલાય છે. કેમ કે, આ દરમિયાન ખાવા-પીવાની સાથે સાથે કપડાં પહેરવા-ઓઢવામાં પણ ધ્યાન રાખવું પડે છે. વરસાદની સિઝનમાં તો વધારે ધ્યાન રાખવું પડે છે. તેવામાં જરૂર હોય છે કે, ગર્ભવતી મહિલાઓ ઋતુ પ્રમાણે ખાવા-પીવાની સાથે પહેરવા-ઓઢવામાં પણ ફેરફાર કરવાનો પ્રયત્ન કરે, જેથી તેમને કોઈ સમસ્યા ન થાય.
વરસાદની સિઝનમાં ગર્ભવતી મહિલાએ આ તમામ વાતોનું ધ્યાન રાખવું જોઈએઃ
નિયમિત સંતુલિત ખોરાકનું સેવન કરવું
ગર્ભાવસ્થામાં પોતાના અને ગર્ભમાં રહેલ શિશુ માટે પોષણથી ભરપૂર આહાર લેવો જરૂરી છે. વરસાદમાં તો તે વધારે જરૂરી હોય છે કેમ કે, વરસાદમાં બીમારીનું જોખમ વધારે રહે છે. ગર્ભાવસ્થામાં રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે. એટલા માટે ગર્ભવતી મહિલાએ એવો ખોરાક લેવો જોઈએ જેમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય. ગરમ ખાવાની સાથે સાથે સૂપનું વધારે સેવન કરવું. આ સીઝનમાં લીલાં શાકભાજીનું સેવન કરવાનું ટાળવું અને તાજું બનેલું જમવાનું ખાવું જોઈએ.
વધારેમાં વધારે પ્રવાહી ખોરાકનું સેવન કરવું
વરસાદની સીઝનમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જતી હોવાથી પાણી ઓછું પીવાય છે. તેવામાં ગર્ભવતી મહિલાઓના શરીરમાં પાણી ઓછું થઈ શકે છે, જેના પરિણામે માથામાં દુઃખાવો, ઉલ્ટી અને અકળામણ જેવી સમસ્યા થઈ શકે છે. તેનાથી બચવા માટે ગર્ભવતી મહિલાઓએ વધારેમાં વધારે પાણી પીવું જોઈએ. સાથે નાળિયેર પાણી અથવા ઘરે બનાવેલો સફરજનનો જ્યૂસ પી શકો છો.
સુતરાઉ કપડાં પહેરવા
વરસાદમાં ભેજનું પ્રમાણ વધારે હોવાને કારણે ફોલ્લીઓ થવી અને ખંજવાળની સમસ્યા રહે છે. એટલાં માટે ગર્ભવતી મહિલાઓ એવા કપડાં પહેરવા જોઈએ, જેનાથી તેમના શરીરમાં પરસેવો ન થાય. એવામાં સુતરાઉ કપડાં પહેરવા સૌથી શ્રેષ્ઠ છે.
શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આટલું કરો
રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે સૌથી જરૂરી છે પૂરતી ઊઘ. શરીરને જેટલો આરામ મળશે, એટલી જ બીમારીઓ દૂર ભાગશે. બીજી મહત્ત્વની આદત એ છે કે પોતાની આજુબાજુની જગ્યા સ્વચ્છ રાખવી. દિવસમાં 20 મિનિટ સુધી યોગાસન કરવા અને સકારાત્મક વિચારો રાખવા.

Comments

Popular posts from this blog

Missed call membership In Hindi

Hyundai Verna found during testing, the cost will be approximately 8 lakhs

हेल्थ