Bumper Discounts on Samsung Galaxy M series phones can be purchased from Amazon
ડિસ્કાઉન્ટ / સેમસંગ Galaxy M સિરીઝના ફોન પર બમ્પર ડિસ્કાઉન્ટ, એમેઝોન પરથી ખરીદી શકાશે ગેજેટ ડેસ્ક . સાઉથ કોરિયાની મોબાઈલ કંપની સેમસંગ ગેલેક્સી M સિરીઝના સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. એમેઝોન ઈન્ડિયા પર ગેલેક્સી M સિરીઝના સ્માર્ટફોનની ખરીદી પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે એટલે કે, સેમસંગ ગેલેક્સી M20, ગેલેક્સી M10 અને ગેલેક્સી M30 ખરીદી માટે આ બેસ્ટ સમય છે. તે ઉપરાંત ગેલેક્સી M40 પર પણ એમેઝોન ઈન્ડિયા પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. હાલમાં લોન્ચ થયેલો સેમસંગ ગેલેક્સી M40નું કોકટેલ વેરિયઅન્ટ પણ આ સેલમાં ઉપલબ્ધ છે. સેમસંગ ગેલેક્સી M30 એમેઝોનના સેલમાં સેમસંગ ગેલેક્સી M30નાં 4 ગીગાબાઈટ રેમ અને 64 ગીગાબાઈટ મેમરીવાળા વેરિઅન્ટ પર 1,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. અત્યારે આ ફોન 13,990 રૂપિયાની કિંમત પર ખરીદી શકાય છે. 6 GB રેમવાળું વેરિઅન્ટ 16,990 રૂપિયામાં ખરીદી શકાય છે. કંપની નો-કોસ્ટ EMI અને એક્સચેન્જનો ઓપ્શન પણ આપી રહી છે. ICICI બેંકના કાર્ડથી પેમેન્ટ કરવા પર 1,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ ડિસ્કાઉન્ટ EMI ટ્રાન્ઝેક્શન પર મળશે. સેમસંગ ગેલેક્સી M20 ગેલે...