Realm 3i's Diamond Red variant is out of stock in 10 minutes
વેચાણ / રિયલમી 3iનો ડાયમંડ રેડ વેરિઅન્ટ 10 મિનિટમાં આઉટ ઓફ સ્ટોક, 4 GBવાળો ફોન ₹9,999માં ફોનનાં 3જીબી રેમવાળા વેરિઅન્ટની કિંમત 7,999 અને 4જીબી રેમ વાળા વેરિઅન્ટની કિંમત 9,999 રૂપિયા છે આ સ્માર્ટફોન ડાયમંડ બ્લેક, ડાયમંડ બ્લુ અને ડાયમંડ રેડ કલરમાં ઉપલબ્ધ છે ગેજેટ ડેસ્ક . ચાઈનીઝ સ્માર્ટફોન કંપની 'રિયલમી'ના લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન 'રિયલમી 3i'નું વેચાણ મંગળવારે બપોરે 12 વાગે શરૂ થયું હતું. વેચાણ શરૂ થયાની 10 મિનિટમાં જ આ ફોનના 64 ગીગાબાઈટ મેમરીવાળા વેરિઅન્ટનો ડાયમંડ રેડ કલર આઉટ ઓફ સ્ટોક થઈ ગયો હતો. તેનું આગામી વેચાણ મંગળવારે રાત્રે 8 વાગે ફરીથી શરૂ થવાનું હતું. આ સ્માર્ટફોન બે વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે, જેની શરૂઆતની કિંમત 7,999 રૂપિયા છે. આ કિંમતમાં 3 જીબી રેમ + 32 જીબી મેમરી સામેલ છે. આ ફોનનું બીજું વેરિઅન્ટ 4 જીબી રેમ + 64 જીબી મેમરી ધરાવે છે, જેની કિંમત 9,999 રૂપિયા છે. રિયલમી 3iનાં આ બંને વર્ઝનમાં ડ્યુ ડ્રોપ નોચ સાથેની 6.22 ઇંચની પૂર્ણ એચડી પ્લસ ડિસ્પ્લે, કોર્નિંગ ગોરિલા ગ્લાસ-3, એન્ડ્રોઈડ 9 પાઈ આધારિત કલર ઓપરેટિંગ સિસ્ટમ, 4230 mAhની બેટર...