Realm 3i's Diamond Red variant is out of stock in 10 minutes

વેચાણ / રિયલમી 3iનો ડાયમંડ રેડ વેરિઅન્ટ 10 મિનિટમાં આઉટ ઓફ સ્ટોક, 4 GBવાળો ફોન ₹9,999માં



  • ફોનનાં 3જીબી રેમવાળા વેરિઅન્ટની કિંમત 7,999 અને 4જીબી રેમ વાળા વેરિઅન્ટની કિંમત 9,999 રૂપિયા છે
  • આ સ્માર્ટફોન ડાયમંડ બ્લેક, ડાયમંડ બ્લુ અને ડાયમંડ રેડ કલરમાં ઉપલબ્ધ છે  
  • ગેજેટ ડેસ્ક. ચાઈનીઝ સ્માર્ટફોન કંપની 'રિયલમી'ના લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન 'રિયલમી 3i'નું વેચાણ મંગળવારે બપોરે 12 વાગે શરૂ થયું હતું. વેચાણ શરૂ થયાની 10 મિનિટમાં જ આ ફોનના 64 ગીગાબાઈટ મેમરીવાળા વેરિઅન્ટનો ડાયમંડ રેડ કલર આઉટ ઓફ સ્ટોક થઈ ગયો હતો. તેનું આગામી વેચાણ મંગળવારે રાત્રે 8 વાગે ફરીથી શરૂ થવાનું હતું.
    આ સ્માર્ટફોન બે વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે, જેની શરૂઆતની કિંમત 7,999 રૂપિયા છે. આ કિંમતમાં 3 જીબી રેમ + 32 જીબી મેમરી સામેલ છે. આ ફોનનું બીજું વેરિઅન્ટ 4 જીબી રેમ + 64 જીબી મેમરી ધરાવે છે, જેની કિંમત 9,999 રૂપિયા છે.
    રિયલમી 3iનાં આ બંને વર્ઝનમાં ડ્યુ ડ્રોપ નોચ સાથેની 6.22 ઇંચની પૂર્ણ એચડી પ્લસ ડિસ્પ્લે, કોર્નિંગ ગોરિલા ગ્લાસ-3, એન્ડ્રોઈડ 9 પાઈ આધારિત કલર ઓપરેટિંગ સિસ્ટમ, 4230 mAhની બેટરી, ફોનની બૅક પેનલ પર ફિંગર પ્રિન્ટ સેન્સર, ઓક્ટાકોર મીડિયાટેક હેલિયો P60 પ્રોસેસર વગેરે ફીચર્સ સામેલ છે. ડ્યુઅલ કેમેરા સેટઅપ ધરાવતા રિયલમી 3iમાં 13 મેગાપિક્સલનો પ્રાઈમરી રિઅર કેમેરા અને 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર ધરાવતો સેકન્ડરી કેમેરા સામેલ છે. જ્યારે સેલ્ફી માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. આ ફોન ડાયમંડ બ્લુ, ડાયમંડ બ્લેક અને ડાયમંડ રેડ એમ ત્રણ કલરમાં ઉપલબ્ધ છે.
    આ ફોનનાં બંને વેરિઅન્ટ ફ્લિપકાર્ટ અને રિયલમીની ઓફિશિયલ વેબસાઈટથી ફ્લેશ સેલ દ્વારા જ ખરીદી શકાય છે. આ ઓફર હેઠળ કંપની ગ્રાહકોને નો-કોસ્ટ EMI અને અમુક સિલેક્ટેડ બેન્ક કાર્ડ્સ પર ડિસ્કાઉન્ટની ઓફર્સ આપી રહી છે.

Comments

Popular posts from this blog

How To Optimize Your App For Google Play Store- ASO

Life story of Mukesh Ambani

Missed call membership