E support can be easily generated by mobile at no charge
સુવિધા / ઈ-આધાર મોબાઇલ દ્વારા સરળતાથી કોઇ પણ ચાર્જ વગર જનરેટ થઇ શકે છે યુટિલિટી ડેસ્ક : યુનિક આઈડેંટિફિકેશન અથોરિટિ ઓફ ઇન્ડિયા(UIDAI) તરફથી રિલીઝ કરવામાં આવેલું આધાર કાર્ડ મહતત્ત્વનું છે. 12 આંકડાઓનો આધાર નંબર કોઈ પણ વ્યક્તિની ઓળખ સાથે જોડાયેલો છે. આધાર નંબરને તમે કાર્ડના સ્વરૂપે અથવા ઓનલાઇન વર્ચ્યુઅલ આઈડી (ઈ-આધાર)ના રૂપે ઉપયોગ કરી શકો છો. કેવી રીતે ઈ-આધાર બનાવી શકાય છે? ઈ-આધાર જનરેટ કરવા માટે તમારે સૌથી પહેલાં UIDAIની વેબસાઈટ https://uidai.gov.in પર જવાનું રહેશે. આ વેબસાઈટ પર ડાઉનલોડ આધારનો વિકલ્પ અથવા https://eaadhaar.uidai.gov.in/ લિંક પર ક્લિક કરો. ત્યારબાદ આધાર નંબર પર ક્લિક કરીને આધાર નંબર ભરો અને કેપ્ચા કોડ ભરીને સેન્ડ OTP પર ક્લિક કરો. આમ કરવાથી તમારા રજિસ્ટ્રેટ મોબાઈલ નંબર પર OTP આવશે. OTP નંબરને વેબસાઈટનાં પેજ પર નાખીને ડાઉનડલોડ આધાર પર ક્લિક કરો. વર્ચ્યુલ આધારની PDF ફાઈલ ડાઉનલોડ કરવા માટે 8 આંકડાનો પાસવર્ડ નાખો, જે નામના શરૂઆતના 4 અક્ષર અને જન્મતારીખ હશે. આ પાસવર્ડને કેપિટલ લેટરમાં જ નાખવાનો રહેશે. જેમકે જો તમારું નામ રાકેશ શર્મા છે અને જન્મતારીખ 1 ...