E support can be easily generated by mobile at no charge

સુવિધા / ઈ-આધાર મોબાઇલ દ્વારા સરળતાથી કોઇ પણ ચાર્જ વગર જનરેટ થઇ શકે છે



યુટિલિટી ડેસ્ક: યુનિક આઈડેંટિફિકેશન અથોરિટિ ઓફ ઇન્ડિયા(UIDAI) તરફથી રિલીઝ કરવામાં આવેલું આધાર કાર્ડ મહતત્ત્વનું છે. 12 આંકડાઓનો આધાર નંબર કોઈ પણ વ્યક્તિની ઓળખ સાથે જોડાયેલો છે. આધાર નંબરને તમે કાર્ડના સ્વરૂપે અથવા ઓનલાઇન વર્ચ્યુઅલ આઈડી (ઈ-આધાર)ના રૂપે ઉપયોગ કરી શકો છો.

કેવી રીતે ઈ-આધાર બનાવી શકાય છે?
  • ઈ-આધાર જનરેટ કરવા માટે તમારે સૌથી પહેલાં UIDAIની વેબસાઈટ https://uidai.gov.in પર જવાનું રહેશે.
  • આ વેબસાઈટ પર ડાઉનલોડ આધારનો વિકલ્પ અથવા https://eaadhaar.uidai.gov.in/ લિંક પર ક્લિક કરો.
  • ત્યારબાદ આધાર નંબર પર ક્લિક કરીને આધાર નંબર ભરો અને કેપ્ચા કોડ ભરીને સેન્ડ OTP પર ક્લિક કરો.
  • આમ કરવાથી તમારા રજિસ્ટ્રેટ મોબાઈલ નંબર પર OTP આવશે.
  • OTP નંબરને વેબસાઈટનાં પેજ પર નાખીને ડાઉનડલોડ આધાર પર ક્લિક કરો.
  • વર્ચ્યુલ આધારની PDF ફાઈલ ડાઉનલોડ કરવા માટે 8 આંકડાનો પાસવર્ડ નાખો, જે નામના શરૂઆતના 4 અક્ષર અને જન્મતારીખ હશે. આ પાસવર્ડને કેપિટલ લેટરમાં જ નાખવાનો રહેશે.
  • જેમકે જો તમારું નામ રાકેશ શર્મા છે અને જન્મતારીખ 1 જાન્યુઆરી, 1990 છે તો, તમારો પાસવર્ડ RAKE1990 રહેશે.
ઈ-આધારના ફાયદા 
ફિઝિકલ આધારની સરખામણીએ ઇઆધારને વધારે સુરક્ષિત માનવામાં આવે છે. વર્ચ્યુઅલ આધારનંબરને તમે સરળતાથી છુપાવી શકો છો, જેથી તમારો ડેટા સુરક્ષિત રહે.
  • ઈ-આધારના ખોટાં ઉપયોગની સંભાવના નહિવત હોય છે.
  • ઈ-આધાર પણ આધાર કાર્ડની જેમ જ તમામ જગ્યાએ માન્ય ગણાય છે.
  • UIDAI દ્વારા ઈ-આધાર માટે QR કોડ પણ જાહેર કર્યો છે.
  • QR કોડમાં ફોટા સહીત આધારની તમામ માહિતી જોડાયેલી હોય છે.

Comments

Popular posts from this blog

Missed call membership In Hindi

Hyundai Verna found during testing, the cost will be approximately 8 lakhs

हेल्थ