Bumper Discounts on Samsung Galaxy M series phones can be purchased from Amazon
ડિસ્કાઉન્ટ / સેમસંગ Galaxy M સિરીઝના ફોન પર બમ્પર ડિસ્કાઉન્ટ,
એમેઝોન પરથી ખરીદી શકાશે
ગેજેટ ડેસ્ક. સાઉથ કોરિયાની મોબાઈલ કંપની સેમસંગ ગેલેક્સી M સિરીઝના સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. એમેઝોન ઈન્ડિયા પર ગેલેક્સી M સિરીઝના સ્માર્ટફોનની ખરીદી પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે એટલે કે, સેમસંગ ગેલેક્સી M20, ગેલેક્સી M10 અને ગેલેક્સી M30 ખરીદી માટે આ બેસ્ટ સમય છે. તે ઉપરાંત ગેલેક્સી M40 પર પણ એમેઝોન ઈન્ડિયા પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. હાલમાં લોન્ચ થયેલો સેમસંગ ગેલેક્સી M40નું કોકટેલ વેરિયઅન્ટ પણ આ સેલમાં ઉપલબ્ધ છે.
સેમસંગ ગેલેક્સી M30
એમેઝોનના સેલમાં સેમસંગ ગેલેક્સી M30નાં 4 ગીગાબાઈટ રેમ અને 64 ગીગાબાઈટ મેમરીવાળા વેરિઅન્ટ પર 1,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. અત્યારે આ ફોન 13,990 રૂપિયાની કિંમત પર ખરીદી શકાય છે. 6 GB રેમવાળું વેરિઅન્ટ 16,990 રૂપિયામાં ખરીદી શકાય છે. કંપની નો-કોસ્ટ EMI અને એક્સચેન્જનો ઓપ્શન પણ આપી રહી છે. ICICI બેંકના કાર્ડથી પેમેન્ટ કરવા પર 1,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ ડિસ્કાઉન્ટ EMI ટ્રાન્ઝેક્શન પર મળશે.
સેમસંગ ગેલેક્સી M20
ગેલેક્સી M20 પર પણ 1,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ફોનનું 3 GB રેમ પ્લસ 32 GB વેરિઅન્ટ 9,990 રૂપિયામાં મળી રહ્યું છે. તે ઉપરાંત 4 GB અને 64 GB સ્ટોરેજનું વેરિઅન્ટ 11,990 રૂપિયામાં મળી રહ્યું છે. કંપની નો-કોસ્ટ EMI અને એક્સચેન્જનો ઓપ્શન આપી રહી છે. ICICI બેંકના કાર્ડથી પેમેન્ટ કરવા પર 1,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટ EMI ટ્રાન્ઝેક્શન પર મળશે. હવે જો ગેલેક્સી M10ની વાત કરીએ તો આ ફોનનું 3 GB રેમ અને 32 GB વેરિઅન્ટ એમેઝોન સેલમાં 7,990 રૂપિયામાં મળી રહ્યું છે. આ ફોન પર 1,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
ગેલેક્સી M40 એમેઝોન ઈન્ડિયા પર તેની મૂળ કિંમત પર મળી રહ્યો છે, પરંતુ અત્યારે આ ફોન પર 7,800 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે. તે ઉપરાંત નો કોસ્ટ ઈએમઆઈ અને આઈસીઆઈસીઆઈ બેંકના કાર્ડથી પેમેન્ટ કરવા પર 1,500 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ મળશે.
સેમસંગ ગેલેક્સી M10 અને M20
સેમસંગ ગેલેક્સી M10 અને M20 બંને સ્માર્ટફોન એન્ડ્રોઈડ ઓરિયો પર આધારિત સેમસંગ એક્સપીરિઅન્સ 9.5 યુઝર ઈન્ટરફેસ પર ચાલે છે. સેમસંગ ગેલેક્સી M10માં 6.2 ઈંચની ફુલ એચડી પ્લસ ઈન્ફિનિટી V ડિસ્પ્લે છે. તો ગેલેક્સી M20માં 6.3 ઈંચની ફુલ એચડી પ્લસ ઈન્ફિનિટી V ડિસ્પ્લે આપવામાં આવી છે. સેમસંગ ગેલેક્સી M10માં 3,400 mAh બેટરી આપવામાં આવી છે અને આ ફોનમાં 1.6GHz ઓક્ટા કોર Exynos 7870 પ્રોસેસર છે. ફોનમાં સેલ્ફી માટે 5 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. તે ઉપરાંત રિઅરમાં 13 અને 5 મેગાપિક્સલના ડ્યુઅલ કેમેરા આપવામાં આવ્યા છે.
Comments
Post a Comment