Fiio m 11 High Resolution lossless audio player launches in India, priced at Rs 39,990

લોન્ચિંગ / Fiio m 11 લોસલેસ ઓડિઓ પ્લેયર ભારતમાં લોન્ચ થયો, ડ્યુઅલ DAC સેટઅપથી સજ્જ ડિવાઇસની કિંમત 39,990 રૂપિયા



ગેજેટ ડેસ્ક: ચીની ઓડિયો બ્રાન્ડ Fiio વિશ્વની શ્રેષ્ઠ હાઇ-રિઝોલ્યુશન ઓડિયો પ્લેયર બનાવવા માટે જાણીતી છે. તેની પ્રોડક્ટ યુઝર્સ અને નિષ્ણાતો વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. કંપનીની લેટેસ્ટ પ્રોડક્ટ Fiio m 11ને ભારતનાં બજારમાં લોન્ચ કરવામાં આવ્યું છે, જે કંપનીનું સૌથી અદ્યતન ઉચ્ચ-રિઝોલ્યુશન ઓડિયો પ્લેયર છે. ઓડિયો પ્લેયરની કિંમત 39,990 રૂપિયા છે. તે વાયર્ડ અને વાયરલેસ કનેક્ટિવિટી વિકલ્પો સાથે આવે છે. તે અનેક લોકપ્રિય ઉચ્ચ રિઝોલ્યુશન ઓડિયો સ્વરૂપોને પણ સપોર્ટ કરે છે.

ફિચર્સ
Fiio m 11માં ડ્યુઅલ-DAC સેટઅપ આપવામાં આવ્યુ છે. તે બે AKM, AK4493 ડિજિટલ-એનાલોગ કન્વર્ટર સાથે આવે છે. તેમાં આપવામાં આવેલુ DAC 32-બીટ / 384kHz ઉચ્ચ રિઝોલ્યુશન ઓડિયોનાં DSD256, DXD, Apple Lossless, AIFF, FLAC, WAV અને WMA સહિત વિવિધ લોકપ્રિય ફોર્મેટ્સને સપોર્ટ કરે છે. તેમાં વાયર્ડ કનેક્ટિવિટી માટે હેડફોન અને સ્પીકર્સ આપવામાં આવ્યાં છે.
આ ઓડિયો પ્લેયરમાં 5.15 ઇંચનું HD+રિઝોલ્યુશન છે. તેમાં 3 GB રેમ અને 32 GB ઇન્ટરનલ સ્ટોરેજ છે. તેના સ્ટોરેજને વધારવા માટે બે માઇક્રો એસડી કાર્ડનાં સ્લોટ્સ આપવામાં આવ્યાં છે. તેની મદદથી પ્લેયરની સ્ટોરે઼જને 2 TB સુધી વધારી શકાય છે. 
Fiio m 11 ઓડિયો પ્લેયરની ઓફિશિયલ વેબસાઇટ પરથી તેની ખરીદી કરી શકાય છે. ઉપરાંત અમેઝોનથી પણ તેને ખરીદી શકાય છે. ઓછા રેન્જની પસંદગી કરતાં ગ્રાહકો માટે કંપની દ્વારા Fiio M6 પણ લોન્ચ કરવામાં આવ્યો છે. તેની કિંમત 14,990 રૂપિયા છે.

Comments

Popular posts from this blog

Missed call membership In Hindi

Hyundai Verna found during testing, the cost will be approximately 8 lakhs

हेल्थ