Hyundai Verna found during testing, the cost will be approximately 8 lakhs

અપકમિંગ / હ્યુન્ડાઈ વર્ના ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી, કિંમત અંદાજિત ₹ 8 લાખ હશે




ઓટો ડેસ્કઃ હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા ભારતીય કાર બજારમાં સતત નવી કાર્સ લોન્ચ કરી રહી છે. તાજેતરમાં જ કંપનીએ ‘વેન્યૂ’ અને ‘કોના’ માર્કેટમાં લોન્ચ કરી છે. તેમજ આ દીવાળી પહેલાં કંપનીની તેની નવી ગ્રાન્ડ i10 માર્કેટમાં લોન્ચ કરશે. આ ઉપરાંત, કંપની હવે પોતાની નવી ‘વર્ના’ કાર પર પણ કામ કરી રહી છે. આ કારનાં ટેસ્ટિંગ દરમિયાન તેની કેટલીક તસવીરો લીક થઈ છે.

હ્યુન્ડાઈ છેલ્લા થોડા સમયથી તેની નવી સિડેન કાર ‘વર્ના’ પર કામ કરી રહી છે. ચીનમાં નવી ‘વર્ના’ ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી. આ કાર સફેદ કલરની હતી. કવર ન હોવાથી આ કારની ડિઝાઇન સ્પષ્ટ રીતે જોઈ શકાઈ. વર્તમાન મોડલની સરખામણીએ આ મોડલ ઘણું અલગ જોવા મળ્યું. ‘વર્ના’નાં નવાં મોડલની ડિઝાઇન બોલ્ડ અને સ્પોર્ટી છે. તેનાં ફ્રંટમાં નવી સ્લિક કેસ્કેડ ગ્રિલ અને મોટા હેડલેમ્પ જોવા મળ્યા. ‘વર્ના’નાં નવાં મોડલની કિંમત આશરે 8 લાખ રૂપિયાથી શરૂ થાય એવી ધારણા છે.

હ્યુન્ડાઈની નવી વર્ના કારમાં 1.5 લિટરનું પેટ્રોલ અને ડીઝલ એન્જિન મળી શકે છે. આ એન્જિન BS-VIથી સજ્જ હશે. ખાસ વાત એ છે કે પેટ્રોલ એન્જિનનો પાવર અને ટોર્ક એકસમાન હશે, જ્યારે ડીઝલ એન્જિનના પાવર અને ટોર્કમાં તફાવત હશે. જો કે, બંને એન્જિનમાં 6 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સ મળશે. ‘વર્ના’નાં નવાં મોડલની ટક્કર મારુતિ સુઝુકી સિયાઝ, હોન્ડા સિટી, ટોયોટા યારિસ, સ્કોડા રેપિડ અને વોક્સવેગન વેન્ટો સાથે થશે.

Comments

Popular posts from this blog

How To Optimize Your App For Google Play Store- ASO

Life story of Mukesh Ambani

Missed call membership