Hyundai's car prices will increase from August 1 to Rs 9,200
ભાવવધારો / હ્યુન્ડાઇની ગાડીઓની કિંમતમાં 1 ઓગસ્ટથી રૂપિયા 9,200 સુધીનો વધારો થશે
ઓટો ડેસ્ક. હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાએ મંગળવારે જણાવ્યું હતું કે, કંપની આવતા મહિને કારની કિંમત 9,200 રૂપિયા વધારશે. હ્યુન્ડાઇએ ખર્ચમાં વધારો થતાં આ નિર્ણય લીધો છે. કંપનીનું કહેવું છે કે, નવા સેફ્ટી નોર્મ્સ અનુરૂપ કાર બનાવવામાં આવી હોવાથી તેનો ખર્ચ વધ્યો છે. આ નવી કિંમત 1 ઓગસ્ટથી લાગુ થશે. કંપનીએ હાલમાં સેન્ટ્રોની કિંમત 25 હજાર રૂપિયા વધારી છે. ભાવવધારા બાદ સેન્ટ્રો કારની કિંમત 4.15 લાખ રૂપિયા થઈ ગઈ છે.
હ્યુન્ડાઇની હાલમાં લોન્ચ થયેલી નવી બે કાર- વેન્યૂ અને ઈલેક્ટ્રિક એસયૂવી કોનાની કિંમતમાં વધારો નહીં થાય, એટલે આ બંને કારનાં ભાવમાં વધારો કરવામાં નથી આવ્યો. કંપનીએ કોના ઈલેક્ટ્રિક એસયુવીને હાલમાં માર્કેટમાં લોન્ચ કરી છે, જેની કિંમત 25.3 લાખ રૂપિયા છે. આ દેશની પહેલી ઈલેક્ટ્રિક એસયુવી છે. કંપનીનો દાવો છે કે કોના ઈલેક્ટ્રિક એક વખત ફુલ ચાર્જ કરવા પર 452 કિમી સુધી દોડી શકે છે.
આ પહેલાં હ્યુન્ડાઇએ મે મહિનામાં પોતાની પહેલી સબ-કોમ્પેક્ટ એસયુવી વેન્યૂ લોન્ચ કરી હતી. જેની કિંમત 6.50 લાખ રૂપિયા છે. તે મારુતિની પોપ્યુલર સબ-કોમ્પેક્ટ એસયૂવી વિટારા બ્રેઝાને ટક્કર આપવા માટે માર્કેટમાં લોન્ચ કરવામાં આવી છે. આ એસયુવીમાં ત્રણ એન્જિનના ઓપ્શન આપવામાં આવ્યા હોવાથી લોકોને પસંદ આવી રહી છે.
Comments
Post a Comment