Reliance Jio overtakes Bharti Airtel to become India 2nd largest operator

રિપોર્ટ / એરટેલને પાછળ પાડી જિઓ કંપની દેશની બીજા નંબરની સૌથી મોટી ટેલીકોમ કંપની બની




  • પ્રથમ નંબર પર વોડાફોન-આઈડિયા કંપની છે
  • ગેજેટ ડેસ્ક: ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિઓએ કસ્ટમરની સંખ્યા મામલે ભારત એરટેલને પણ પાછળ પાડી દીધી છે. આ સિદ્ધિ સાથે તે દેશની બીજા નંબરની સૌથી મોટી કંપની બની ગઈ છે. TRAI (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા)ના આંકડા પ્રમાણે મે મહિનામાં જિઓના ગ્રાહકોની સંખ્યા 32.29 કરોડ અને શેર હોલ્ડિંગ 27.80 ટકા સુધી પહોંચી ગયું છે. હાલ વોડાફોન-આઈડિયા પ્રથમ સ્થાન પર છે.
    TRAIનો રિપોર્ટ
    ટ્રાઈના નવા આંકડા પ્રમાણે વોડાફોન-આઈડિયાના કુલ 39.75 કરોડ કસ્ટમર છે અને માર્કેટમાં 33.36 ટકા શેર હોલ્ડિંગ છે. ગયા વર્ષે આઈડિયા અને વોડાફોન એમ બંને કંપનીનું મર્જર થયું હતું. સુનિલ મિત્તલની ભારતી એરટેલ કંપનીના 32.03 કરોડ ગ્રાહકો અને 27.58 ટકા શેર હોલ્ડિંગ છે. આ આંકડા સાથે તે દેશની ત્રીજા નંબરની સૌથી મોટી ટેલિકોમ કંપની છે.
    એરટેલ અને જિઓનું સ્થાન આ મહિને બદલાયું
    જિઓમાં મે મહિનામાં નવા 81.80 લાખ ગ્રાહકો જોડાયા છે. આ દરમિયાન વોડાફોન-આઈડિયા 56.97 લાખ અને એરટેલના 15.08 લાખ ગ્રાહકો ઓછા થયા. એપ્રિલ મહિનામાં વોડાફોન-આઈડિયા કંપની પ્રથમ સ્થાન પર જ હતી, પણ ત્યારે એરટેલ બીજા સ્થાન પર અને જિઓ ત્રીજા સ્થાન પર હતી. મે મહિનાના આંકડા પ્રમાણે એરટેલ અને જિઓનું સ્થાન બદલાઈ ગયું છે.

Comments

Popular posts from this blog

How To Optimize Your App For Google Play Store- ASO

Life story of Mukesh Ambani

Missed call membership