Vodafone Introduces Rs 205 and Rs 225 Prepaid Recharge Plans

ન્યૂ પ્લાન / વોડાફોન કંપનીએ 205 અને 225 રૂપિયાના બે પ્રિપેડ પ્લાન લોન્ચ કર્યા, ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગ મળશે


ગેજેટ ડેસ્ક: ટેલીકોમ કંપની વોડાફોને બે નવા પ્લાન લોન્ચ કર્યા છે. આઈડિયા સાથે મર્જર બાદ કંપની એરટેલ અને રિલાયન્સ જિઓનો સામનો કરવા માટે તૈયાર છે. 205 રૂપિયા અને 225 રૂપિયાના નવા પ્લાનની શરૂઆત થઈ ગઈ છે.
205 રૂપિયાનો પ્લાન
વોડાફોનના આ બંને પ્લાન અનલિમિટેડ કોલિંગ આપે છે. 205 રૂપિયાના પ્રિપેડ પ્લાનની વેલિડિટી 35 દિવસની છે. આ પ્લાનમાં ગ્રાહકને 2GB ડેટા મળશે. આ સાથે જ 600 ફ્રી મેસેજ પણ મળશે. કોલની વાત કરીએ તો ગ્રાહક લોકલ, STD અને નેશનલ રોમિંગ વોઇસ કોલ કરી શકશે.
225 રૂપિયાનો પ્લાન
બીજા પ્રિપેડ પ્લાનની કિંમત 225 રૂપિયા છે. આ પ્લાનની વેલિડિટી 48 દિવસની છે. આ પ્લાનમાં પણ ગ્રાહક લોકલ, STD અને નેશનલ રોમિંગ વોઇસ કોલ કરી શકશે. આ પ્લાનમાં કસ્ટમરને 4GB ડેટા સાથે અનલિમિટેડ કોલિંગ પણ મળશે.
ગ્રાહકોને ડેટા વધારે નહીં મળે
આ બંને પેકની મદદથી કંપની અનલિમિટેડ કોલિંગ કરનારા ગ્રાહકોને ટાર્ગેટ કરી રહી છે, કારણકે આ પ્લાનમાં ડેટા ઘણો ઓછો મળે છે. સામાન્ય રીતે બીજા પ્લાનમાં કંપની ડેટા વધારે ઓફર કરતી હોય છે.

Comments

Popular posts from this blog

How To Optimize Your App For Google Play Store- ASO

Life story of Mukesh Ambani

Missed call membership